બ્રહ્માંડના કેટલાક રસપ્રદ તથ્યો.
અંતરીક્ષ અમાપ છે અને એમાં અંશે અનેક રહસ્યોછુપાયેલ છે. અંતરિક્ષ વિષે વિશ્વભરના વૈજ્ઞાનિકો સતત સંશોધન કરતા રહે છે, અને વિશ્વ સમક્ષ નવી નવી જાણકારી મુકતા રહે છે. અંતરીક્ષ વિશે ગમે તેટલું જાણીએ તો પણ ઓછું જ છે, પણ એના વિષે થોડા રોમાંચક હકીકતો જાણીયે.

- બ્રહ્યાંડમાં તારાઓની સંખ્યા પૃથ્વીના બધા જ સમુદ્રતટો પર રહેલા રેતીના કણોથી પણ વધારે છે.
- ધૂમકેતુ લગભગ ૪.૫ અબજ વર્ષ પહેલાં આપણા જ સૌરમંડળના નિર્માશ વખતના અવશેષ છે. તે રેતી, બરફ, અને કાર્બન ડાયોક્સાઈડથી બનેલા છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્યાંડ ૧૩.૮ અબજ વર્ષ જૂનું છે. અર્ને બિંગ બેંગ પછી તેનો વિસ્તાર થઈ રહ્યો છે.
- આપણા સુર્યમંડળમાં સૌથી વિશાળ ગ્રહ સૂર્ય છે, જેની ગારેબાજુ અન્ય ગ્રહી ચક્કર લગાવે છે. સૂર્ય એટલો વિશાળ છે કે તેની કાલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક સૂર્યનું કદ લગભગ ૧૩ લાખ પૃથ્વી જેટલું છે.
- સૂર્યનું કદ ચંદ્ર કરતાં ૪૦૦ ગણું મોટું છે. શકે, પણ એ 400 ગણો દૂર છે. તેથી સૂર્ય અને ચંદ્ર નો આકાર સરખો દેખાય છે.
- મંગળ ગ્રહ પર આવેલ ઓલમ્પસ મોન આજ સુધી શોધાયેલ સૌથી ઊંચો પર્વત છે, જેની ઊંચાઈ લગભગ 21.9 કિલોમીટર છે, જે માઉન્ટ એવરેસ્ટથી (8.84 km) ત્રણ ગણી છે.
- ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુનની સપાટી પૃથ્વી જેવી કઠોર નથી. એ ગ્રહોની સપાટી વાયુની બનેલ હોવાથી એના પર ઊભા રહેવું અશક્ય છે.
- આયર્ન ઓકસાઇડ જેને ગુજરાતીમાં ગેરુ પણ કહેવાય છે, તે મંગળની સમગ્ર સપાટી પર પથરાયેલ હોવાથી એ ગ્રહ રક્તવર્ણો દેખાય છે.
- પૃથ્વી પર સુર્યાસ્ત સમયે આકાશ લાલ થઈ જાય છે, પરંતુ મંગળ ગ્રહ પર એ નીલા રંગનું થઇ જાય છે. નાસા દ્વારા લેવાયેલ ફોટોગ્રાફ્સમાં આ વાત જાણવા મળી હતી.
- અંતરીક્ષમાં વાયુ મંડળ ન હોવાથો ધ્વનિ ઉત્પન્ન નથી થતો. અંતરીક્ષમાં પ્રકાશ અને રેડિયોના તરંગો હોય છે, જેને લેકટ્રોનિક ઉપકરણોથી જોઈ, માપી શકાય છે.
- બુધ સૂર્યની સૌથી નજીરનો ગ્રહ હોવા છતાં તે સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ નથી કારણ કે તેને વાતાવરણ ન હોવાથી તેના તાપમાનમાં ફેરફાર થયા કરે છે. જ્યારે શુક્ર નું વાતાવરણ સૂર્યની ગરંમીને શોષી લે છે તેથી તે આપણા સૌર મંડળનો સૌથી ઉષ્ણ ગ્રહ છે, જેનું તાપમાન 450 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે.
Comments
Post a Comment